પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે રવિવારે સાંજે અંબાજી મંદિરના ચાચર ચોકમાં 900 દીવડાની મહા આરતી કરવામાં આવી હતી. આ મહા આરતી દરમિયાન સૌ કોઈના હાથમાં દીવડા અને મંદિરની રોશનીથી નયનરમ્ય દૃશ્ય સર્જાયું હતું. મહા આરતી માટે ચાચર ચોકમાં સુંદર રંગોળીથી સજાવટ પણ કરાઈ હતી. આ મહાઆરતીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉધોગમંત્રી બળવંતસિંહ રાજપુત સહિત વિવિધ આગેવાનો કાર્યકરો અને સ્થાનિકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નવરાત્રી બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાચર ચોકમાં ભવ્ય રંગોળી અને મંદિરને રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો છે. PM મોદીનાં આગમન પહેલા અંબાજી સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો, આદિવાસી શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ આરતી કરી હતી. આ મહાઆરતીને લઈને એક અનોખું વાતાવરણ ઉભુ થયું હતું.
Recent Posts
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
June 13, 2024
No Comments
જાણો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? રેલવે મંત્રાલયે આપી આ અપડેટ
June 11, 2024
No Comments