સૌથી મોટી ધજા લઈ જવાનો નિયમ, 18 વર્ષે પણ અડીખમ! સેવા અને શ્રદ્ધાનો સમન્વય એટલે આ ગ્રુપ

Banaskantha: ભાદરવી પૂનમના મેળામાં અંબાજી જતા માર્ગો પદયાત્રીઓ અને સેવા કેન્દ્ર ઊભરાઈ જતા હોય છે, અનેક સેવા કેમ્પો માનવતાની મહેક પ્રસરાવે છે. અંબાજી ખાતે પદયાત્રા સંઘનો જમાવડો જામ્યો છે. આ પૈકી જય અંબે મિત્ર મંડળ પણ છેલ્લા 18 વર્ષથી પોતાની સેવા આપી રહ્યું છે. 18 વર્ષથી પાલનપુરના કોજી વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત, જયઅંબે મિત્ર મંડળ છેલ્લા 9 વર્ષથી પદયાત્રીઓની સેવા ઉપરાંત અન્ય એક અનોખું કાર્ય પણ કરી રહ્યું છે.

401 ફૂટ લાંબી ધજા લઈને કર્યું પ્રસ્થાન

છેલ્લા 18 વર્ષની પાલનપુર ખાતે પદયાત્રીઓની  અલગ અલગ સેવા કરતું જય અંબે મિત્ર મંડળ પદયાત્રીઓની સેવા કર્યા બાદ, છેલ્લા 8 વર્ષથી સૌથી લાંબી ધજા સાથે લોકોના સુખાકારી માટે અંબાજીની પદયાત્રાની શરૂઆત કરે છે. આ ગ્રુપે પાલનપુરથી 401 ફૂટ લાંબી માતાજીની ધજા લઈને અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે.

ambaji Bhadrvi Poonam 2023 jai ambe mitra mandal dedicate 401 feet biggest dhaja at ambaji mandir

4 દિવસ પદયાત્રીઓની સેવા, 5મા દિવસે પોતે બને છે પદયાત્રી

આ ગ્રુપ 4 દિવસ પદયાત્રીઓની સેવા કરે છે અને 5મા દિવસે પોતે પદયાત્રી બનીને અબાંજી ખાતે ધજા ચઢાવવા જાય છે. દરેક વર્ષે આ સંઘમાં પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમ જેમ લોકોની સંખ્યામાં વધારો કરવામાં આવે છે, તેમ તેમ જય અંબે મિત્ર મંડળ દ્વારા ધજાની લંબાઈમાં પણ વધારો કરવામાં આવે છે.

ambaji Bhadrvi Poonam 2023 jai ambe mitra mandal dedicate 401 feet biggest dhaja at ambaji mandir

આ પદયાત્રામાં જોડાય છે 150 લોકો 

8 વર્ષ પહેલાં 101 ફૂટની ધજા સાથે આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી, અત્યારે આ સંઘ દ્વારા 401 ફૂટની ધજા સંઘમાં લઈ જવામાં આવી રહી છે. આ પદયાત્રા સંઘની વિશેષતા એ છે કે, તેમાં નાના બાળકોથી માંડી મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાય છે.આમ 150 જેટલાં તમામ લોકો કઠિન પદયાત્રા કરી, માના ચરણોમાં શીશ નમાવવા માટે પહોંચે છે તેમજ લોકોના સુખાકારી માટે અને જન કલ્યાણ માટે પ્રાર્થના કરે છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts