અંબાજીમાં એક જ દિવસમાં પોણા કરોડનું દાન


દાંતા-અંબાજીના ડુંગરાઓમાં ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ જામી છે. મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. અંબાજી દુર હૈ… જાના જરૂર હૈ….બોલ માંડી અંબે, જય જય અંબે…. જય માતાજીના નાદથી અંબાજીનું આકાશ ગુંજી રહ્યું છે. અંબાજી તરફના માર્ગો પર ભોજન-ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. દૂર-દૂરથી યાત્રિકો ‘બોલ મારી અંબે જય જય અંબે’ના પ્રચંડ જયઘોષ સાથે અંબાજીના ડુંગરાઓ ચઢી રહ્યા છે. અંબાજીના ડુંગરાઓમાં ભાદરવી મહામેળાની શાનદાર જમાવટ જામી છે. અંબાજી ચાલતા જતા માઇભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજી તરફ જતા તમામ રસ્તાઓ પર માઇભક્તો ગરબાની રમઝટ સાથે આગળ વધી રહ્યા છે. મેળાના ત્રણ દિવસમાં 9 લાખથી વધુ ભક્તો અંબાજી પહોંચ્યા છે. બે દિવસમાં 7.43 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 2.16 લાખ પ્રસાદના પેકેટનું વેચાણ નોંધાયું છે. માત્ર ચીકીના પ્રસાદનું નવ હજારનું વેચાણ થયું. રવિવારે અંબાજી મંદિરની દાન ભેટની આવક રૂપિયા 19 લાખ 10 હજાર થઇ. બીજા દિવસે શિખરે 332 ધજાઓ ચઢાવામા આવી. હાલ તો અંબાજી મુકામે મિનીકુંભનો માહોલ સર્જાયો છે.

Source link

7k network
Recent Posts