ATMમાંથી રૂપિયા નીકળે એમ અંબાજીનો પ્રસાદ મળશે


QR કોડ સર્ચ કરી ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તરત જ મા અંબાના પ્રસાદનું પેકેટ મળી જશે. આ અદભૂત વેન્ડિંગ મશીન હાલ ભાદરવી પૂનમના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં તમે જોઈ શકો છો કે જેવા કોઈ ભક્ત QR કોડ સર્ચ કરે એટલે તરત જ આ રીતે એક બોક્સ અલગ થાય છે અને આ ડ્રોઅર નીચે પહોંચે છે. બાદમાં જેમ ATMમાંથી રૂપિયા કાઢીએ એમ ડ્રોઅરમાંથી પ્રસાદનું બોક્સ બહાર કાઢીને સાથે લઈ જઈ શકાય છે. મતલબ કે અંબાજીના મેળામાં ગયા હોય તો હવે પ્રસાદ માટે કતારમાં ઉભા રહેવાની જરૂર નથી. છુટ્ટા રૂપિયા ન હોય તો પણ આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રસાદ મેળવી શકાશે. અંબાજી અને ગબ્બરમાં આ પ્રકારના 6 વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે જ એક હજારથી વધુ ભક્તોએ આ વેન્ડિંગ મશીનનો લાભ લીધો હતો.

Source link

7k network
Recent Posts