હે! અંબાજીમાં બસના 2 ટૂકડા થઈ ગયા


અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત બાદ બસના બે ટુકડા થયા છે. જેમાં 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતની ઘટના જાણીએ એ પહેલા આ ડરામણા દ્રશ્યો જુઓ. ચોતરફ અફરા-તફરીનો માહોલ છે અને આ માહોલ વચ્ચે સામે આવ્યા અકસ્માત બાદની બસના ભયાનક દ્રશ્યો. ખાનગી બસ પલટી જતા આ દૂર્ઘટના સર્જાઈ હતી. જેમાં બસનો ઉપલો આખો માળ અલગ થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના બાદ મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ છે. અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની વાત કરીએ તો પથ્થર પર બસનું ટાયર ચડી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઘટનામાં 40 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 108 અને પોલીસની ગાડી મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. અન્ય ઇજાગ્રસ્તોને ખાનગી કારમાં પણ દવાખાને પહોંચાડાયા હતા.

Source link

7k network
Recent Posts