ભાદરવી પૂનમના મેળા પહેલા અંબાજીમાં વેપારીઓ પર તવાઈ


યાત્રાધામ અંબાજી ખાતે આગામી 23 સપ્ટેમ્બરથી ભાદરવી પુનમનો મહા મેળો શરૂ થનાર છે. જેમાં 35 લા઼ખ કરતા વધુ પદયાત્રીકો અંબાજી આવી શકે છે, તેને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તંત્રએ ઑપરેશન શરૂ કર્યું છે. સુચારુ રૂપથી સુવિધા મળી રહે તેને લઈને અંબાજીના મુખ્ય બજારોમાં યાત્રિકોની અવરજવરમાં કોઈ અડચણ ન બને તે માટે દબાણો દૂર કરાયા છે. પોલીસ તંત્ર દ્વારા અંબાજી મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો જે લારી, ગલ્લા,પાટ વાળાના હબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. લગભગ 150 જેટલા દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક વેપારીઓમાં ભારે રોશની લાગણી જોવા મળી છે. તો ક્યાં દબાણ દૂર કરવાની કામગીરીમાં વેપારીઓ સાથે તુ તુ મેમે પણ થઈ હતી.

Source link

7k network
Recent Posts