અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રિકો માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર ભાદરવી પુનમના મેળામાં પદયાત્રાએ આવતા લાખ્ખો શ્રધ્ધાળુંઓની ચિંતા અંબાજી મંદિર ટ્રસ્ટે કરી છે. આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ત્યારે આ વખતે પણ અંબાજી આવતા તમામ યાત્રિકોને વીમા કવચ પૂરૂ પાડવામાં આવશે. 23 સપ્ટેમ્બરથી શરૂ થનાર ભાદરવી પુનમના મેળામાં મુળ અંબાજી ધામથી 20 કિલોમીટરના વિસ્તારમાં જો કોઇ ઘટના બને તો યાત્રિકોને વીમાનો લાભ મળશે. જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપિયાની માતબર રકમનો વીમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ રુ.17.30 લાખ વીમા કંપનીને મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. આ વીમાની રકમ અસર ગ્રસ્ત વ્યક્તિના પગાર ધોરણના અનુસાર નક્કી કરવામાં આવશે.
Recent Posts
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
June 13, 2024
No Comments
જાણો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? રેલવે મંત્રાલયે આપી આ અપડેટ
June 11, 2024
No Comments