સંબંધિત સમાચાર
સાળંગપુરઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે હનુમાન જયંતી પર સાળંગપુરમાં દર્શન કરવા માટે પહોંચ્યા છે. દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. શાહની સાથે તેમનો પરિવાર પણ દાદાના દર્શન કરવા માટે પહોંચ્યો છે. સાળંગપુરમાં અમિત શાહના આગમનની અગાઉથી જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજના આ ખાસ પ્રસંગે સાળંગપુરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા હાઈટેક શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે શાહની સાથે પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા છે.
બોટાદના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામમાં કિંગ ઓફ સાળંગપુર મૂર્તિનું અનાવરણ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ કરાયું હતું. 54 ફૂટ ઊંચી દિવ્ય મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની ઉપસ્થિતમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આકર્ષક રોશનથી સાળંગપુર ધામ ઝળહળ્યું હતું. રંગબેરંગી રોશની સાથે અદ્ભૂત નજારો સર્જાયો હતો.
Gujarat | Union Home Minister Amit Shah unveils 54 feet tall statue of Lord Hanuman at Sarangpur temple in Botad district, on the occasion of Hanuman Jayanti pic.twitter.com/skLnQ83Avo
— ANI (@ANI) April 6, 2023
અમિત શાહ પરિવાર સાથે આ વિશાળ હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિના દર્શન કરવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન શાહે દાદાની પૂજા-અર્ચના પણ કરી છે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના સૌથી વિશાળ હાઈટેક કષ્ટભંજનદેવ ભોજનાલયનું ઉદ્ઘાટન પણ કરાવ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
- First Published :