01
અમદાવાદ, અંબાજીઃ કચ્છ જિલ્લામાં કરા પડ્યા બાદ અંબાજીમાં પણ કરા પડવાની ઘટના બની છે. સવારે વરસાદી માહોલ અને પછી અહીં વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની સાથે કરા પડતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. એક તરફ સિસ્ટમ નબળી પડતા કમોસમી વરસાદ ઘટવાની આગાહી હતી પરંતુ આગામી પાંચ દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.