firstnews9

આખરે ભક્તોને થઇ જીત! અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ થશે

ગાંધીનગર: અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ હવે ફરીથી શરૂ થશે. આ સમાચાર બાદ ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ છવાયો હતો. ત્યારે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે ગાંધીનગરમાં એક મહત્ત્વની બેઠક કરવામાં આવી હતી. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદીમાં અપાતા મોહનથાળને બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે.

બેઠકમાં લેવાયો મહત્ત્વનો નિર્ણય

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાના નિર્ણયને પગલે ભક્તોમાં ખુશીની લહેર જોવા મળી છે. ભટ્ટજી મહારાજની સરકાર સાથેની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 
‘મારી દીકરી સાથે જબરજસ્તીથી સંબંધ બાંધતો હતો’

News18ગુજરાતી


News18ગુજરાતી

‘સારા મોહનથાળનો પ્રસાદ બનાવાશે’

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ અંગે ભારે રોષ છવાતા આજે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પત્યા બાદ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાનો નિર્ણય જાહેર કરાયો હતો. આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાતભરના સંતો અને સમાજની અને જે લોકો માતાજીના નિયમિત દર્શન કરવા માટે આવે છે તે લોકોની લાગણી હતી કે, સાહેબ તમે આ પ્રસાદ ચાલુ રાખો એટલે અમે ટ્રસ્ટ સાથે પણ વાત કરી હતી. સારા મોહનથાળનો પ્રસાદ બને તે માટે અમે કેટલાક સૂચનો પણ આપ્યા છે. જેમ દવા ઉપર તેની સામગ્રી લખી હોય તે જ રીતે મોહનથાળ પર પણ સામગ્રી લખેલી હોવી જોઇએ તે સાથે સરસ મજાનું પેકિંગ પણ હોવું જોઇએ.

‘ચિકી અને મોહનથાળ બંનેનો પ્રસાદ મળશે’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રસાદમાં સિંગદાણાની ચિકી અને મોહનથાળ બંને ચાલુ રહેશે. જેમને જે પ્રસાદ લેવો હોય તે લઇ શકે છે. આ અંગે ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, સરકારની પ્રાયોરિટી લોકો છે તેમની આસ્થા છે અને આ આસ્થા જળવાઇ રહે તે માટે ચાલુ એજન્સી કે અન્ય એજન્સીઓને ટેમ્પલ કમિટિ સાથે ચર્ચા કરીને પૂરતા નિર્દેશ આપવામાં આવશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ