firstnews9

મોહનથાળ કે ચિકી? અંબાજી પ્રસાદ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી મિટિંગ

ગાંધીનગર: અંબાજીમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અંબાજી પ્રસાદ વિવાદ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ વિવાદ અંગે મોટો નિર્ણય લેવાઇ શકે છે. આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે. જેમાં અંબાજીના પ્રસાદ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઇ શકે છે. નોંધનીય છે કે, શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદીમાં અપાતા મોહનથાળને બંધ કરાતા ભક્તોમાં ભારે રોષ છવાયો છે. જેના કારણે ગુજરાત સરકારે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે.

આ બેઠકમાં મોહનથાળ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. હર્ષે સંઘવી અને ઋષિકેશ પટેલ બેઠક મળવાની છે. હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ મંદિરના બટુક મહારાજ અને સંત શિરોમણી સાથે બેઠક કરીને પ્રસાદ અંગે વિચારણા કરશે.

આ પણ મળશે: 
અંબાજીમાં પ્રસાદ બાદ પાવાગઢમાં પણ લેવાયો મોટો નિર્ણય

આ વિવાદ વકરતા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું હતુ. મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ રાજકીય પક્ષો, સંસ્થાઓ, દાંતાના મહારાજા ઉપરાંત ભક્તો રોષે ભરાયા છે અને મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ જોરશોરથી થઇ રહી છે.

તો બીજી તરફ અગાઉ ચિકી અંગે બોલનાર રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અંબાજી પ્રસાદને લઈ વધુ એક નિવેદન આપ્યું હતુ. અગાઉના નિવેદનમાં ચિકીના વખાણ કરનાર ઋષિકેશ પટેલે નવું નિવેદન કરતા કહ્યું કે, ‘ચિક્કીનો પ્રસાદ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે અને મંદિર જ એનો નિર્ણય લેશે.’ આ પહેલા તેમણે જણાવ્યું હતુ કે, ચિકીના પ્રસાદને લાંબા સમય સુધી રાખી શકવામાં આવે છે.

દાંતાના કોંગ્રેસના ધારાસભ્યે આપી હતી આવી પ્રતિક્રિયા

દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ અંબાજીની પરંપરાગત પ્રસાદી મામલે પ્રતિક્રિયા આપી છે. કાંતિ ખરાડી જણાવ્યુ હતુ કે, “માતાજીની પરંપરાગત પ્રસાદી ચાલતી હતી તેને અચાનક બંધ કરવામાં આવી છે અને ચીકીની જે પ્રસાદી શરુ કરી છે તે યોગ્ય નથી. મારું તે વિસ્તારના ધારાસભ્ય તરીકે માનવું છે વર્ષો જૂની પરંપરા યથાવત રાખવી જોઈએ.”

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ