firstnews9

અંબાજી મોહનથાળ પ્રસાદ વિવાદઃ કોંગ્રેસનો સવાલ, ‘મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા શરુ કરાશે?’

અમદાવાદઃ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના વિવાદમાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે અંબાજીમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે તેની સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની માંગ સાથે આકરા શબ્દોમાં પોતાની વાત રજૂ કરી છે. તેમણે પ્રસાદ તો ચાલુ કરાવીને જ રહીશું તેવા સૂરમાં પોતાની વાત રજૂ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના પ્રસાદ મુદે સ્પષ્ટતા કરાઇ હતી.

અંબાજી મોહનથાળ મુદ્દે આકરા મૂડમાં કોંગ્રેસ?

અમદાવાદના માધુપુરામાં આવેલા અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલા જગદીશ ઠાકોરે અંબાજી શક્તિપીઠ મંદિરમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ શરુ કરવામાં આવ્યો છે તે મામલે આકરા શબ્દોમાં કહ્યું છે કે, “અંબાજીના સ્થાનિકોને રોજીરોટી મળતી હતી, આ મંદિરના સ્થાપક દાતા દરબારે કહ્યું છે અમારા પૂર્વજો મોહનથાળથી આ પ્રસાદની શરુઆત કરી હતી.”

જગદીશ ઠાકોરે કહ્યું કે, “જે પરંપરાઓ છે, જે શ્રદ્ધાઓ સાથે જોડાયેલો મહાપ્રસાદ છે તેને શા માટે બદલવામાં આવે છે? આ તો એવું છે કે મોહનથાળ બદલીને ત્યાં ચીકી ચાલુ.. કાલે મહુડીમાં સુખડી બદલીને ગોળ-ધાણા ચાલુ કરાશે!” જગદીશ ઠાકોરે આકરા શબ્દોમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે પરંપરાને ફરી શરુ કરાવવાની નેમ લઈને કહ્યું કે અમે આ નહીં ચાલવા દઈએ.

દર્શનાર્થીઓની પરંપરાગત પ્રસાદ ચાલુ રાખવાની માંગ

અંબાજીમાં મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ કરવામાં આવ્યો તેને અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છે. અહીં આવનારા દર્શનાર્થીઓ પણ પ્રસાદમાં મોહનથાળ ના મળવાના કારણે નારાજગી વ્યક્ત કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શનિવારે મોહનથાળનો પ્રસાદ ફરી શરુ કરવામાં આવે તે મુદ્દે ધરણા કરીને નારાજગી વ્યક્ત કરી હતી.

વડોદરાના એક દર્શનાર્થીએ જણાવ્યું કે, હું જ્યારે અહીં મોહનથાળનો પ્રસાદ મળતો હતો ત્યારે 10 જેટલા બોક્સ લઈને જતો હતો, ચીકીના પ્રસાદની ના નથી પરંતુ મોહનથાળનો પરંપરાગત પ્રસાદ ચાલુ રાખવો જોઈએ. અહીંથી જે મોહનથાળનો પ્રસાદ મળતો હતો તેનું બોક્સ ખોલતાની સાથે જ ખ્યાલ આવી જતો હતો કે તે અંબાજીનો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ