અંબાજીના મોહનથાળના પ્રસાદ અંગે બનાસકાંઠાના કલેક્ટરે આપ્યું મહત્ત્વનું નિવેદન

ગાંધીનગર: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થઈ જવાના નિર્ણય બાબતે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે, હવે અંબાજીમાં મોહનથાળ બંધ કરીને ચિકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.આ મામલે ભક્તો ઉપરાંત કોગ્રેસ પણ મેદાનમાં આવી છે. સોમવારે રિસેશના સમયે કોંગ્રેસના ધારાસભ્ય યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને મોહનથાળાનો પ્રસાદ ચાલુ રાખવા રજૂઆત કરી હતી.

આ મામલે બનાસકાંઠાના કલેકટરે જણાવ્યું હતું કે, સોમનાથમાં જે રીતે ચિકી અપાય છે એ જ રીતે અને એ જ કોન્ટ્રાકટર પાસેથી ચિકી આપવાની વાત છે. જોકે સોમનાથ મંદિરમાં પરંપરા નથી છતાં ચિકીની સાથે મોહનથાળ આપવામાં આવે છે પરંતુ અંબાજીમાં પરંપરા છે તેમ છતાં મોહનથાળ બંધ કરીને માત્ર ચિકી આપવામાં આવી રહી છે. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, હાલ સોમનાથના ટ્રસ્ટી પી.કે. લહેરી, તેઓ 1975થી 78ની સાલમાં અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા છે. અને તેમના કાર્યકાળ સમયમાં જ મંદિર તરફથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: 
ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતો માટે 330 કરોડના પેકેજની જાહેરાત

દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં 150 ટકાનો ભાવ વધારો થયો છે. વાર્ષિક 20 કરોડનો મોહનથાળનો પ્રસાદ વહેચાતો હતો. છેલ્લા 8-10 દિવસથી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. ચિકી સામે મોહનથાળના પ્રસાદની ડિમાન્ડ વધારે છે. પરંતુ કલેક્ટરે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કર્યો.

ચિકીના પ્રસાદમાં નફો વધુ છે. માર્કેટમાં બ્રાન્ડેડ ચિકી 5 રૂપિયામાં મળે છે. અંબાજી મંદિરમાં 4 ચિકી 25 રૂપિયામાં વહેંચવામાં આવે છે. આથી નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત કરવામાં આવે છે. ભક્તો મંદિરમાં પૈસા આપે છે તેનો વ્યય થઈ રહ્યો છે. આથી આરટીઆઇ મા માહિતી માંગવામાં આવી છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

નેતાઓ પાછળ મંદિરનું દેવસ્થાન ટ્રસ્ટ ખર્ચ ચૂકવે છે. નેતાઓ અને સગા સંબંધીઓ ગેસ્ટ હાઉસમાં રોકાય અને તેમના ચા પાણીનો ખર્ચ ટ્રસ્ટ ચૂકવે છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવી રીતે 21 લાખનો ખર્ચ ચૂકવાયો હોવાની વાત આરટીઆઈમાં સામે આવી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts