firstnews9

Ambaji Prasad: અંબાજીમાં ભક્તોમાં ભારે વિરોધ, ‘અમારે મોહનથાળનો પ્રસાદ જ જોઈએ’

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. હવે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કરાતા શ્રદ્ધાળુઓમાં પણ રોષ છવાયો છે. આજે અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે તેમને ચિકીનો પ્રસાદ મળતા મોહનથાળના પ્રસાદની માંગ કરી હતી. ભક્તોએ રોષ સાથએ જણાવ્યુ હતુ કે, ‘અમારે ચિકી નહીં પરંતુ મોહનથાળનો પ્રસાદ જોઇએ.’

‘ચિકીને મોહનથાળની જેમ વહેંચી ન શકાય’

આ પહેલા પ્રસાદ મામલે ગામલોકોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. વર્ષોથી અંબાજીની ઓળખ બનેલો મોહનથાળના પ્રસાદને બદલીને ચિકીના પ્રસાદ કરતાની સાથે રોષ દર્શાવ્યો હતો. આ હિન્દુ હિત રક્ષા સમિતિએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. આજે ભક્તોએ પ્રસાદ લેતાની સાથે જ ઉગ્ર વાત ઉચ્ચારી હતી. એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યુ કે, અમારે 135 મોહનથાળનો પ્રસાદ જોઇએ છે. પરંતુ અમને એ પ્રસાદ નથી મળ્યો. હવે મેં માત્ર એક જ ચિકીનો પ્રસાદ લીધો છે. આ એક ચિક્કીમાંથી બધાને મોહનથાળની જેમ વહેંચી ન શકાય.

News18ગુજરાતી


News18ગુજરાતી

તો અન્ય ભક્તે જણાવ્યુ કે, અહીં વર્ષે અંદાજે 35થી 40 કરોડનો મોહનથાળ વેચાય છે. તો આ પ્રસાદને કેમ બદલવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: 
ઘોઘંબા: લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત, બેના મોત

કલેક્ટરે શું કહ્યુ હતુ?

અંબાજી મંદિરમાં ચીકીનો પ્રસાદ શરુ કરવા પાછળનું કારણ જણાવતા કલેક્ટરે જણાવ્યુ હતું કે, મંદિરના ટ્રસ્ટીઓને અનેક રજૂઆત મળી હતી અને આ રજૂઆત બાદ પ્રશાસને નિર્ણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો તેને ત્રણ મહિના સુધી રાખી શકે છે.

અંબાજી મંદિરે પ્રસાદી વિવાદ અંગે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ ટ્વિટમાં તેમણે જણાવ્યુ હતું કે, એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે, અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ