અંબાજી: યાત્રાધામ અંબાજી પાસેના વિસ્તારોમાં કોપર અને બેઝમેન્ટલની ખાણોનો અખૂટ ભંડાર મળી આવ્યો છે. જે 2035 સુધીની કોપરની ખાદ્યને પહોંચવામાં મદદરૂપ થશે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)એ 1400 હેક્ટર વિસ્તારમાં ખનીજ સંશોધન શરૂ કર્યું છે. આ સરકારી કંપનીએ ખનીજ સંશોધન કાર્યક્રમો માટે ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસ અને ઓન ગ્રાઉન્ડ ડિઝાઇન શરૂ કરી છે. 2030-2035 સુધીમાં પાંચ મિલિયન ટન સુદીની અપેક્ષિત વૈશ્વિક કોપર ખાદ્યને પહોંચી વળવા માટે અંબાજી ખાતેનો બેઝમેટલ રિઝર્વ નિર્ણાયક અને વ્યૂહાત્મક રીતે અતિ મહત્વનો છે.
કોપર માટે બીજા દેશો ઉપર નિર્ભરતા ઘટાડશે
અંબાજી સાઇટ પાસે કિંમતી ધાતુઓના ટ્રેસ જથ્થા સાથે મોટા પ્રમાણમાં પોલિમેટાલિક ડિપોઝિટ હોવાની અપેક્ષા છે. GMDC આ બેઝ મેટલ્સનું ખનન કરી તેના ખનિજ પોર્ટફોલિયાને વિસ્તારવા માગે છે. આ રિઝર્વ વિકાસશીલ અને વિકસિત દેશોમાં ઇલેક્ટ્રિક વિહીકલની સ્વીકૃતિ વધારવામાં મદદ કરશે. ભારતની કોપર માટે બીજા દેશો ઉપર નિર્ભરતા ધીમે ધીમે ઘટાડશે. ભારતે ઘણી વસ્તુઓ માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. પરંતુ હવે ભારત ધણી રીતે આત્મનિર્ભર થઈ રહ્યું છે.
આ પણ વાંચો:
વીરતા પુરસ્કારની જાહેરાત, મેજર શુભાંગને કીર્તિ ચક્ર, જાણો કોને મળ્યું શૌર્ય ચક્ર
અંબાજીમાં બેઝ મેટલ હોવાની સંભાવનાઓ
GMDCના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ‘અંબાજીમાં બેઝ મેટલ હોવાની વિશાળ સંભાવનાઓ છે; આ સાઇટ પર કિંમતી ધાતુઓના ટ્રેસ જથ્થા સાથે નોંધપાત્ર માત્રામાં પોલિમેટાલિક ડિપોઝિટ હોવાની અપેક્ષા છે. GMDCએ જે-તે વિસ્તારમાં શોધખોળ શરૂ કરી છે અને અત્યારે કોપર સહિત બેઝ મેટલ્સ શોધી રહ્યા છીએ, પરંતુ અમે અન્ય કોમોડિટી અને અન્ય તકો માટે પણ તૈયાર છીએ.’
આ પણ વાંચો:
દેશદાઝને વરેલુ છે આ ગામ, જીવનની ઢળતી ઉંમરે પણ અહીંના લોકો દેશ સેવા કરવા માટે તત્પર
લગભગ 6.28 ટન ખનીજ સ્ત્રોત હોવાનો અંદાજ
પ્રારંભિક ભૂસ્તરશાસ્ત્રીય અવલોકનો સૂચવે છે કે, અંબાજી ખાતેનો ખનીજ જથ્થો ઈંટ્રૂઝીવ બેઝ્ડ મેસીવ સલ્ફાઇડ સ્ટાઈલ (IHMS)છે. IHMS ડિપોઝિટ બેઝ મેટલનો મુખ્ય સ્ત્રોત છે. જેમાં સીસા, જસત અને તાંબાનો સમાવેશ થાય છે અને સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓનો પણ સમાવેશ થાય છે. વર્તમાનમાં અમુક વિસ્તારમાં થયેલા ડ્રિલિંગ અભ્યાસ મુજબ લગભગ 6.28 ટન ખનીજ સ્ત્રોત હોવાનો અંદાજ છે, જેનો 10% જથ્થો ધાતુ પદાર્થ (તાંબુ, જસત અને લીડ સંયુક્ત) છે. હાલ રિસોર્સ મોડલનો ડેટા તૈયાર થઈ રહ્યો છે, ખનિજીકરણની શૈલી દર્શાવે છે કે ખનીજ સ્ત્રોત વધવાની મોટી સંભાવના છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર