01
Kishor chudasama,Jamnagar : ઠંડીના ચમકારાને પગલે બજારમાં ગરમ કપડાઓની મોટે પાયે માંગ રહેતી હોય છે. જેને લઈને ઠેકઠેકાણે ગરમ કપડાઓના સ્ટોલ ઉભા થતા હોય છે ત્યારે જામનગરમાં ટાઉનહોલ નજીક તિબેટીયન રેફ્યુજી લ્હાસા માર્કેટમા (તિબેટિયન બજાર) સ્વેટર, જેકેટ સહિત ગરમ કાપડાઓ ખજાનો જોવા મળે છે. ખરેખર તિબેટિયન લોકો ખુબ જ ઓછા હોય છે, પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના લોકો હવે ગુજરાતમાં આવી રહ્યાં છે. ઠંડા પ્રદેશોમાં ગરમ કપડાંનું વેચાણ વધુ હોવાથી ત્યાંના લોકો શિયાળો શરૂ થતાં જ ગુજરાત આવે છે.