અંબાજીઃ બ્રહ્માકુમારી સંસ્થાન શાંતિવનના સ્થાપક બી.કે. ભોપાલભાઈનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેને લઈને તેમની સારવાર ચાલુ હતી. આવતીકાલે 21 ડિસેમ્બરે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે. આબુ રોડ પર આવેલા શાંતિવનની સ્થાપનામાં બી.કે. ભોપાલભાઈનો મહત્ત્વનો ફાળો હતો. તેમના નિધનને લઈને દેશ-વિદેશમાં રહેલા સમર્થકોએ શોક વ્યક્ત કર્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
- First Published :