ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત, ત્રણ કલાકથી ફસાયેલા ચાલકનો જીવ બચાવાયો – News18 ગુજરાતી

અંબાજી: ગઇકાલે રાત્રે અંબાજી-દાંતા રોડ પર ટ્રક અકસ્માત સર્જાયો હતો. ટ્રકનું બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઇવર સહિત ટ્રકમાં સવાર બે લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, 108 અને જેસીબીની ટીમ દોડી આવી હતી અને બન્ને લોકોના બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જ્યારે કલાકોની જહેમત બાદ બન્ને લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ત્રણ કલાકથી ફસાયેલા ચાલકનો જીવ બચાવ્યો

ગઇકાલે રાત્રે અંબાજી-દાંતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. ત્રિશુલિયા ઘાટી પર ટ્રકની બ્રેક ફેલ થતાં અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્રેક ફેલ થતાં માર્બલનો પાઉડર ભરેલો ટ્રેક સામેના માર્ગ પર આવી ચડ્યો હતો. જોકે, સદનસીબે અન્ય વાહનોને અડફેટે લીધા નહોતા. આ અકસ્માતમાં બે લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ, 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પરંતુ ચાલક ફસાયેલો હોવાથી જેસીબીની મદદ લેવામાં આવી હતી અને લગભગ ત્રણ કલાકની જહેમત બાદ ચાલકનો જીવ બચાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:
ન્યૂઝીલેન્ડ પણ ગુજરાતીઓ માટે નથી સલામત! નવસારીનાં યુવાનની થઇ ઘાતકી હત્યા

ઇજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા

અકસ્માતમાં ફસાયેલા બે લોકોને બચાવી પાલનપુર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. નોંધનીય છે કે, વહીવટી તંત્ર તરફથી ઘાટી પર જગ્યા-જગ્યાએ સ્પીડ બ્રેકર બનાવ્યા છતાં પણ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts