સુરતના પાંડેસરા અને ખટોદરા વિસ્તારમાં સગીર વયના કિશોરો પાસે સાયકલ ચોરી કરાવતા શખ્સની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ

સુરતના પાંડેસરા અને ખટોદરા વિસ્તારમાં સગીર વયના કિશોરો પાસે સાયકલ ચોરી કરાવતા શખ્સની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરભાઈના કિશોરની પણ પોલીસ દ્વારા અટકાયત કરી કોડ 16 જેટલી ચોરીની સાઇકલો કબજે કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 1.16 લાખનો મુદ્દામાલ કર્યો છે. જ્યાં પોલીસ તપાસમાં પાંડેસરા અને ખટોધરા પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ સાયકલ ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી ખટોદરા અને પાંડેસરા વિસ્તારમાં સાયકલ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેને લઇ પાંડેસરા અને ખટોદરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે સાયકલ ચોરી કરાવતા શખ્સ સહિત બે સગીરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

7k network
Recent Posts