રાષ્ટ્રીય રાજપુત કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડિની રાજસ્થાનના જયપુરમાં તેમના નિવાસસ્થાને થયેલી ક્રૂર હત્યા પડઘા કીમમાં પણ પડ્યા હતા, ક્ષત્રીય સમાજના આગેવાનોએ આ અંગે રજુઆત કરતા આરોપીઓને સખ્ત સજા અને ન્યાયીક તપાસની માંગ કરી હતી.
કીમ વિભાગ ક્ષત્રિય સમાજ દ્વારા કીમ જીન માં એકત્ર થઈ સુખદેવસિંહ ગોગામેડીની તસવીરને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલી અર્પી કીમ જીન થી પગપાળા ગુનેગારોને ફાંસી આપોના સુત્રોચાર બોલાવી કીમ પોલીસ સ્ટેશન પહોચી કીમ પીએસઆઇ ને આવેદનપત્ર આપતા જણાવાયું
કે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની કૃર હત્યા કેસમાં ગુનેગારોને સખતમાં સખ્ત સજા થાય, તેમના પરિવારજનોને ન્યાય મળે તેવી રજુઆત કરીને કૃર હત્યા મામલે ન્યાયીક તપાસ માટે કીમ પીએસઆઇ ને આવેદનપત્ર અપાયું આ ક્ષણે કીમ વિભાગ ક્ષત્રિય સમાજ આગેવાનો તખતસિંહ દેસાઈ, સુરેન્દ્રસિંહ દેવધરા, માધુસિંહ ઠાકોર, જસવંતસિંહ ખેર, કેતનસિંહ જાદવ,જયેશ દેસાઈ મહિપાલસિંહ સોલંકી તેમજ રાજસ્થાન સમાજના અગ્રણી જયપાલસિંહ અને કરણસિંહ રાણાવત સહિતના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમજ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સાથે સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા.