મૃતક 13 વર્ષના પ્રિન્સ શર્મા અને 14 વર્ષના લોકેશ યાદવનો પરિવાર મૂળ યુપીનો રહેવાસી છે. પ્રિન્સના પિતા દુબઇમાં કારપેન્ટરનું કામ કરે છે. શહેરમાં માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં બે 13 અને 14 વર્ષના બાળકો રમતાં રમતાં રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા. આ દરમિયાન તે બાળકો ટ્રેનની અડફેટે આવી જતા તે બંનેના મોત નીપજ્યા છે. આ બાળકો મૂળ ઉત્તરપ્રદેશના વતની પરિવારના હતા. આ દુર્ઘટના બાદ પરિવારમાં ઘણો શોકનો માહોલ છવાયો છે. હાલ આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતનું કારણ જાણી શકાશે. હાલ પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.