કીમ GIDCમાં બે કંપનીઓને પ્રદૂષણ ફેલાવવા બદલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ ફટકારી
પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરતાં કીમ GIDCમાં મોટા બોરસરા ખાતે GPCBએ બે ડાઇંગ એકમોને નોટિસ ફટકારવામાં આવતા.ઉદ્યોગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આમતો કીમ જીઆઇડીસીમાં ઘણા એકમો આવેલા છે જેમાં મુખ્યતવે ડાઇંગ અને વોટર જેટ એકમો આવેલા છે ,ડાઇંગ અને વોટર જેટ એકમો દ્વારા સૌથી વધુ પ્રદુષિત પાણી છોડવામાં આવે છે ,એ પ્રદુષિત પાણી ગટર દ્વારા નજીકમાં આવેલ કીમ નદીમાં નિકાલ કરવા માં આવેછે,જ્યારે આ કીમ નદીનું પાણી આજુબાજુ ખેડૂતો ખેતીની જમીનમાં સિંચાઇ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તથા નદી કિનારે આવેલ ગામોના આદિવાસી લોકો માછીમારી કરીને એનું ગુજરાન ચલાવે છે જ્યારે આ પ્રદુષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરી કીમ નદીમાં છોડવામાં આવતું હોવાથી ખેડૂતોની ખેતી લાયક જમીન તથા માછીમારી કરી ગુજરાન ચલાવતા લોકોને વ્યાપક નુકશાન થાય છે જેના પગલે જીપીસીબી ને જાગૃત નાગરિક પરેશભાઈ પ્રજાપતિ (NGO) દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને વારંવાર રજૂઆત કરતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બે એક્મો પ્રદુષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરતાં હોવાનું માલૂમ પડતાં પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે .
જેના પગલે GPCB એ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરતાં ઉદ્યોગ આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં હાઇકોર્ટના પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહીના આદેશો બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જેના પગલે જીપીસીબી દ્વારા નદીમાં નિકાલમાં કરવામાં પ્રદૂષિત પાણીના એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ પ્રદૂષિત પાણીનો યોગ્ય નિકાલ નહિ કરતાં ઔધોગિક એકમોને નોટિસ ફટકારીને પ્રદૂષિત પાણીનો નિકાલ કરવા જણાવવામાં આવે છે, તેમજ જો નિયત સમય મર્યાદા તેનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે.