માંડવી તાલુકા અરેઠ ગામે ગૌચર ની જમીન માં ગેરકાયદે ચાલતી સ્ટોન ક્વોરી બંધ કરવા ગ્રામજનો એ માંગ કરી હતી . ક્વોરી માં બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનો ને તેમજ ખેતી વાડી ને થતા નુકસાન સામે ગ્રામજનો એ માંડવી મામલતદાર ને આવેદન આપ્યું હતું.
સુરત જિલ્લા ના માંડવી તાલુકા માં ચાલતી પત્થરો તોડવા ની કવોરી ઓ સ્થાનિક ગ્રામજનો માટે આફત રૂપ બની રહી છે . માંડવી તાલુકા ના અરેથ ગામે . બહુલ આદિવાસીઓ ની વસ્તી ધરાવતા ગામ માં ચાલતી સ્ટોન કવોરીઓ ને લઈ ને ગ્રામજનો ની દશા કફોડી બની જવા પામી છે . કારણ કવોરી માં થતા બ્લાસ્ટિંગ અને ઉડતા પત્થરો ને લઈ ને પત્થરો ઘર પર પાડવા ની સાથે પીવા ના પાણી દુષિત થવા ની ઘટના બની રહી હતી. તેમજ ક્વોરી માં ચાલતા ડંપરો બેફામ હંકારતાં સ્થાનિકો માં ભય ઉભો થયો છે.
ગૌચર ની જમીનો માં ખનન અને ક્વોરી ની પ્રવુતિ બંધ થવી જોઈ એ છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરાયા નું ગ્રામજનો એ જણાવ્યું હતું. ગત 10 મી જાન્યુઆરી ના રોજ પણ અરેઠ ગામે ગ્રામ સભા નું આયોજન કરાયું હતું. જેમાં ગામ માં ચાલતી ક્વોરી ઓ બંધ કરવા સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો. છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી નહીં કરાતા આજે ગ્રામજનો રસ્તા પર આવ્યા હતા. જેથી અંતિમ અલ્ટીમેટમ માં ભાગ રૂપે અરેથ ગામ ના ગ્રામજનો એ મોટી સંખ્યા માં ભેગા થઇ ને ક્વોરી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન પત્ર આપ્યું હતું .
સ્થાનિક ગ્રામજનો એ માંડવી મામલતદાર તેમજ ડીવાયએસપી ને પણ આવેદન પત્ર આપ્યું હતું. અને ક્વોરી બંધ નહિ થાય તો તંત્ર સામે ઉગ્ર આંદોલન શરૂ કરવાનું પણ એલાન પણ આપી દીધું છે . અને તેમ છતાં પણ વહીવટી તંત્ર દ્વારા નક્કર કામગીરી નહિ કરાય તો કચેરીઓ ના ઘેરાવ કરવા સુધી ની ચીમકી પણ આપી છે . ત્યારે હવે આ મામલે સ્થાનિક વહીવટી તંત્ર કેવી કામગીરી કરશે તે જોવું રહ્યું .