મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજીધામમાં ઘન કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુ:ખાવા સમાન બન્યો છે. અંબાજીમાં કચરાની સાફ સફાઈ માટે ગ્રામપંચાયત અને રાજદીપ નામની એજન્સી કામ કરે છે. અંબાજી શહેરનો તમામ કચરો કૈલાશ ટેકરી સામે આવેલા ડમ્પીંગ સ્ટેશનમાં ખાલી કરાતો હતો, પરંતુ આ ડમ્પિંગ સ્ટેશન રોડ ઉપર આવેલું હોવાથી અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવના હોઈ તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું હતું.
આ મામલે આસપાસના રહીશો દ્વારા ભારે વિરોધ
આ સાથે હવે ફરી આ ડમ્પિંગ સ્ટેશન શરુ કરવાની હિલચાલ થતા આ વિસ્તારના આસપાસના રહીશો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આજે કચરો નાખવાની શરૂઆત કરવામાં આવતા મહિલાઓ અને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ડમ્પિંગ સ્ટેશનમાં જવાનો માર્ગ રોકી કચરાની ગાડીઓ પાછી વાળી દેવામાં આવી હતી. આ ડમ્પિંગ સ્ટેશનમાં જવાના રસ્તે માનવ સાંકળ બનાવી રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:
નિર્માણાધીન પાંચ માળની બિલ્ડીંગ ઢળી પડી, બિલ્ડરે કરી સ્પષ્ટતા
રહીશોએ ડમ્પિંગ સ્ટેશનને લઈ ભારે વિરોધ કર્યો
જોકે આ ડમ્પિંગ સ્ટેશન અગાઉ ચાલુ હતું ત્યારે ડમ્પિંગ સ્ટેશનમાં લગાડતી આગના પગલે લોકો ગુંગળામણના શિકાર થયા હતા ને હોસ્પિટલ ખસેડવાની પણ ફરજ પડી હતી. જોકે સ્થાનિક રહીશોએ આ ડમ્પિંગ સ્ટેશનને લઈ ભારે વિરોધ કર્યો છે. જો આ ડમ્પિંગ સ્ટેશન બંધ નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ ચીમકી ઉપચારવામાં આવી છે.
ટોળાને લઈ પોલીસને બોલવાની પણ ફરજ પડી
ઉલ્લેખનીય છે કે, ડમ્પિંગ સ્ટેશનને લઈ થયેલા ભારે વિરોધના પગલે સફાઈની એજન્સી સહીત ગ્રામપંચાયતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોના ટોળાને લઈ પોલીસને બોલવાની પણ ફરજ પડી હતી. તેમ છતાં લોકોએ ડમ્પિંગ સ્ટેશન માટે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. આ જગ્યા માત્ર ગામનો કચરો ઠાલવવા માટે જ નહીં પરંતુ એસ.એલ.આર પ્રોજેક્ટ માટે ફાળવેલી જગ્યા છે જેમાં ઘન કચરાનો નિકાલ કરી કચરાનું ખાતર બનાવી વેચાણ કરવા ઉપયોગમાં લેવાય છે. પરંતું હાલમાં આ SLRMનો પ્રોજેક્ટ સંપૂર્ણ પણે બંધ હાલતમાં છે અને માત્ર ઘન કચરાનું ડમ્પ કરવામાં કરવામા આવી રહ્યું છે. ડમ્પિંગ સ્ટેશનમાં મૃત પામેલા જાનવરોને ખાળ કૂવાના ટેંકરો પણ ખાલી કરવાની ફરિયાદ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર