firstnews9

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે ન્યાયિક તપાસની માંગ

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ અપિક સચિવ, સહકાર પશુપાલન ગાંધીનગર અને રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ગુજરાતને શ્રી ભિતખુર્દ દૂષ ઉત્પાદક સહકારી મંડળી લી., મુ. ભિતખુદ’, પો. હરીપુર,તા. ઉચ્છલ જી.તાપીમાં ગેરવહીવટ અને બંદરકારી બાબતે તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભિતખુદ ખાતે આવેલથી ભિતખુદે દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી ના સભાસદો દ્વારા રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યા મુજબ આ મંડળીની સ્થાપનાં સભાસદોને તેમજ પશુપાલન માટે વ્યાજબી વ્યાજના દરે કરજ ધીરવા, સભાસદોને સ્વચ્છ દૂધ, દૂધની બનાવટો ઉત્પન્ન કરવામાં મદદ કરવા, સામાસદોએ ઉત્પન્ન કરેલ સ્વચ્છ દૂષ અને તેની બનાવતોનું વેચાણ કરી આપવા અને તે માટે સભાસદને વ્યાજખી ભાવ મેળવી આપવા, સભાસદો તથા બિન સભાસદોને પશુપાલનના ઉદ્યોગ અંગેની જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવા, સભાસદોનાં દુધાળાં ઢોરના વીમા ઉતરાવવા એજન્ટ તરીકે કામ કરવાને અને આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા, સભાસદોમાં ખેતી વિષયક,

પશુપાલન અંગે તથા તેને લગતા નવા સુધારા અને શોધખોળ જ્ઞાન અંગેના પ્રચાર કરવા તથા તેને અમલમાં લાવવા ઉત્તેજન આપવા, સભાસદને તથા કર્મચારીઓના સહકારી પ્રવૃત્તિ પ્રત્યે વિશ્વાસ વધુને વધુ દૃઢ થાય તથા તેમનામાં સહકારી પ્રવૃત્તિની જાણકારી વધુને વધુ કેળવાય તે માટે તેમને સહકારી પ્રવૃત્તિને લગતા શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવા અથવા તે માટે મદદરૂપ થવા, સભાસદોમાં કરકસર અને પરસ્પર મદદની ટેવોને ઉત્તેજન આપવા તથા આ તમામ ઉદ્દેશોને બર લાવવા માટે બીજી બધી જરૂરી પ્રવૃત્તિઓ હાથે પરવા માટે કરવામાં આવેલ હતી તથા તેના વહીવટ માટે બંધારણ તેમજ પેટા-કાયદાઓ બનાવવામાં આવ્યા હતા. જે મુજબ મંડળીના વહીવટ કર્તાઓએ સંચાલન કરવાનું હતું, પરંતુ સ્થાનિક આગેવાનો મંડળીના સભાસદો દ્વારા અમોને કરવામાં આવેલ રજૂઆત મુજબ છેલ્લા કેટલાક સમયથી સદર મંડળીમાં બેજબદારી પૂર્વક વહીવટ થઈ રહ્યો છે. શ્રી ભિતખુર્દ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી..મુ.ભિતખુર્દ, પો.હરીપુરા, તા.ઉચ્છલ જી.તાપીમાં ચાલતા ગેરવહીવટ અને બેદરકારી બાબતે રજૂઆત કરી છે. જેમાં પી ભિતખુર્દ દૂષ ઉત્પાદક સહકારી મંડળી લી., મુ.ભિતખુર્દ, પો. હરીપુરા,

તા. ઉચ્છલ જી.તાપીની તા.૨૫/૦૩/૨૦૨૧ની વાર્ષિક સાધારણ સભામાં ભીંતખુર્દ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સહકારી કાયદા અને મંડળીનાં પેટા-કાયદાની જોગવાઈ વિરુદ્ધ જઈ ને સદર મંડળીમાં બંધબારણે કમિટિ સભ્યો બનાવવામાં આવેલ છે અને તા.૨૦/૦૪/૨૦૨૧ની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખની નિમણૂક કાયદાકીય જોગવાઇ ની વિરુધ્ધ જઈ બિનસભાસદ હોવા છતાં બનેલ કમિટી સભ્યોના ટેકા થી થયેલ છે. સુંદર નિમણૂક ને બરખાસ્ત કરી વહીવટદાર ની નિમણૂક કરવા માટે સુંદર મંડળીના સભાસદો દ્વારા તા.09/0e/૨૦૨૨ ના રોજમા. પ્રધાનમંત્રીને કરવામાં આવેલ. જે રજૂઆતના સંદર્ભમાં મા. જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) તાપી- વ્યારા દ્વારા ગેરલાયક તમામ બિન સભાસદ કમિટી સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેષી દૂર કરવામાં આવેલ છે. પરંતુ હકીકતમાં આ બિન સભાસદ કમિટી સભ્યોને સભ્યપદે થી દૂર કરવામાં આવેલ નથી. સદર નિમણુંક બાબતે તપાસ કરીને જો કાયદા મુજબ નિમણૂકની કાર્યવાહી કરવામાં આવેલ હોય નહી તો કરેલ નિમણૂક ને બરખાસ્ત કરી વહિવટદારની નિમણૂક કરવી જોઈએ. જેના આધાર પુરાવા તરીકે (૧) સભાસદોની યાદી કે જેમા ૫ કમીટી સભ્યોના

નામ જ નથી સભાસદોને કમીટીમાંથી દૂર જિલ્લા (૨) બિન કર્યા હોવાની રજીસ્ટ્રારની કરેલ જવાબની નકલ છે. પી સામેલ રાખેલ ભિતબુઠ દૂધ ઉત્પાદક સહકારી al., મ.ભAM ૬, પો.હરીપુરા,તા.ઉચ્છલ જી. તાપીમાં સભાસદોના બોનસ ખર્ચના નામે રૂ. ૭, ૪૫, 000/-અંકે રૂપિયા પિસ્તાડીસ હજાર (સાત લાખ પૂરા) રકમ ઉપાડીને પશુ-પાલક ના નાણાં ગેરકાયદેસર રીતે ઉપયોગ કરેલ છે અને સભાસદોને નથી. જેની સાબીતી રૂપે મંડળીના સભાસદો માહિતી અધિકાર કાયદા હેઠળ મેળવેલ અધિકૃત મંડળીની તારીજ ટ્રાઈબેલેન્સ શીટની

મંડળીએ નકલ સામેલ કરેલ છે. રૂ. ૭,૪૫,૦૦૦ ની રકમની સભાસદ બોનસ ખર્ચ રકમને ગેરરિતીથી કંડમા લઈ જઈ સહકારી મંડળીનાં પેટા કાયદાનું ઉલ્લેપન કરેલ છે. સદર બાબતે તપાસ કરી જો નાણાકીય ગેરવહીવટ કે ઉપચટ માલૂમ પડે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ સહકારી કાયદા તથા મંડળીનાં પેટા નિયમો મુજબ દર વર્ષે વાર્ષિક સાધારણ સભા બોલાવવાની હોય છે તથા તેમાં અહેવાલ હિસાબ રજૂ કરવાનાં હોય છે. પરતું થી ભિતખુર્દ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી., મ્. ભિતખુદ’, પો.હરીપુરા, તા. ઉચ્છલ જી.તાપી ની ૪૯ મી વાર્ષિક સાધારણ સભા તા.૨૮/૦૯/૨૦૨૩ ના રોજ પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી તથા આ વાર્ષિક સાધારણ સમાનાં એજન્ડા માં એક સાથે સને૦૧/૦૪/૨૦૨૦ થી ૩૧/ ૦૩/૨૦૨૧ તથા સને ૦૧/ ૦૪/૨૦૨૧ થી ૩૧/૦૩/ ૨૦૨૨ તથા સને ૦૧/૦૪/ ૨૦૨૨ થી ૩૧/૦૩/૨૦૨૩ સુધીના ટોટલ ત્રણ વર્ષના વાર્ષિક હિસાબો એક સાથે રજૂ કરવામાં આવેલ હતા.જે એજન્ડા ની નકલ આ સાથે સામેલ રાખેલ છે.જે સહકારી કાયદા તથા મંડળીનાં નિયમો- પેટા નિયમો વિરુધ્ધ છે.સુંદર બાબતે તપાસ થવી જોઈએ તથા સહકારી કાયદાના ઉલ્લંઘન બદલ જવાદર સામે કાર્યવાહી થવી જોઈએ વગેરે માંગ કરવામાં આવી છે.

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ