સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ભાંડુત ગામે ફરજ બજાવતો તલાટી કમ મંત્રી ચાર હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો છે. લાંચ લેતાં ઝડપાયેલા તલાટી કમ મંત્રીની ધરપકડના સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ફરિયાદી પાસેથી મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે આરોપી તલાટી કમ મંત્રીએ 11 હજાર રૂપિયાની લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું છે. હાલ એસીબી પોલીસ દ્વારા તલાટી કમ મંત્રીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર થોડા સમય પૂર્વે ઓલપાડ તાલુકાના ભાંડુત ગામે ફરિયાદી દ્વારા વેચાણથી જમીન ખરીદવામાં આવી હતી. આ જમીન પર આવેલ મકાનના વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે ફરિયાદી દ્વારા ભાંડુત ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી હિતેન્દ્ર કુમાર દોલતસિંહ પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે, હિતેન્દ્ર પરમાર દ્વારા વેરા બિલમાં નામ ટ્રાન્સફ કરવા માટે 11 હજાર રૂપિયાની લાંચ માંગવમાં આવી હતી. પ્રારંભમાં ફરિયાદી દ્વારા લાંચની રકમ અંગે રકઝક કરવામાં આવતાં અંતે ચાર હજાર રૂપિયામાં વેરા બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમાર તૈયાર થયો હતો. બીજી તરફ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાને કારણે તેઓએ એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો. એસીબીની ટીમે લાંચિયા તલાટી કમ મંત્રી હિતેન્દ્ર પરમારને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું રચ્યું હતું અને જેના ભાગરૂપે આજે સવારે ભાંડુત ગ્રામ પંચાયતની ઓફિસમાં જ તલાટી કમ મંત્રી ફરિયાદી પાસેથી ચાર હજાર રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. હાલમાં એસીબીના પીઆઈ આર.કે. સોલંકી દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Recent Posts
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
June 13, 2024
No Comments
જાણો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? રેલવે મંત્રાલયે આપી આ અપડેટ
June 11, 2024
No Comments