firstnews9

અરેઠ ક્વોરી વિવાદ વધુ વેકર્યો ..

માંડવી એ. પી. એમ. સી ખાતે ગ્રામજનો, ક્વોરી એસોસિયેશન વચ્ચે પોલીસની હાજરીમા યોજાઈ બેઠક :બેઠકમાં એક તરફી રજુવાત થતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ બેઠકનો કર્યો બહિષ્કાર.

અરેઠ ગામની ફરતે પાંચ જેટલી સ્ટોન ક્વોરી આવેલી છે. આ સ્ટોન ક્વોરી ગ્રામજનો માટે આફત બની ગઈ છે.આ ક્વોરી સંચાલકો અવાર નવાર ક્વોરીમાં બ્લાસ્ટ કરતા આખુ ગામ ભૂકંપ જેવો અનુભવ કરે છે. શાળા, મંદિર અને મકાનો ની દીવાલમાં તિરાડો પડતા ગ્રામજનો ભયભીત થઇ ગયા છે અને ગ્રામજનો છેલ્લા કેટલા સમયથી સ્ટોન ક્વોરી બંધ કરાવવા મેદાને પડ્યા છે. પરંતુ ક્વોરી માલિકો કાયદાની એસીતેસી કરી ક્વોરીમાં બ્લાસ્ટ કરી રહ્યા છે. જેના વિરોધમાં ગ્રામજનો અને સ્ટોન ક્વોરી ના સંચાલકો ની પોલીસની હાજરીમા માંડવી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મિટિંગ માં સ્ટોન ક્વોરી સંચાલકો તરફી એક તરફી રજુઆત કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અરેઠ ગામના લોકો મિટિંગ છોડીને ચાલતી પકડી હતી.

 

માંડવી એ. પી. એમ. સી ખાતે અરેઠ ગ્રામજનો, સ્ટોન ક્વોરી સંચાલકો વચ્ચે ઊંચ પોલીસ અધિકારીની હાજરીમા બેઠક બોલવાઈ હતી જેમાં સમસ્યાનું સમાધાન નીકળે પરંતુ આ બેઠકમાં અરેઠ ગામના આગેવાનો અને ગ્રામજનો મિટિંગ એક તરફી હોવાના આક્ષેપ કરી ચાલુ મિટિંગે ચાલતી પકડી હતી.

માંડવીના અરેઠ ગામના ગ્રામજનો સ્ટોન ક્વોરી ના કારણે હેરાન પરેશાન છે પણ અધિકારીની હાજરીમા પણ સમસ્યા નું સમાધાન નહીં થતા અરેઠ સ્ટોન ક્વોરી વિવાદ વધુ વકર્યો છે. ગ્રામજનો જો સ્ટોન ક્વોરી બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલન કરી વિરોધ નોંધાવશે.. ગ્રામજનો ના ત્રેવડ જોતા આવનાર સમયમાં સ્ટોન ક્વોરી વિવાદ વધુ વકરે એવા એધાણ મળી રહ્યા છે.

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ