10 વર્ષની કહાની ઈતિહાસમાં લખાશે અંધકારમય :કોંગ્રેસે મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવા વોરરૂમનું ઉદઘાટન કર્યું, મુકુલે કહ્યું- BJP સરકાર સત્તામાં આવશે તો આ અંતિમ ચૂંટણી

10 વર્ષની કહાની …

10 વર્ષની કહાની
10 વર્ષની કહાની

દેશભરમાં રાજકીય પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે વોરરૂમનું ઉદ્ધાટન કર્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલે અમદાવાદ કોંગ્રેસ કાર્યલયમાં વોરરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. વોરરૂમમાં મીડિયા રૂમ, સ્ટ્રેટેજી રૂમ સહિતના રૂમો તૈયાર કરાયા છે. કોંગ્રેસના પાંચ ન્યાયના મુદ્દાઓને લોકો સુધી લઇ જવામાં આવશે. વોરરૂમથી સોશિયલ મીડિયા પોસ્ટ, મતદાતાઓને ફોન થશે. મોટા નેતાઓના સોશિયલ મીડિયા અને પોસ્ટ વોરરૂમથી થશે. આ તકે ગુજરાત આવેલા મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, જો દુર્ભાગ્યથી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવશે તો એ સ્વીકારવું પડશે કે આ અંતિમ લોકસભા ચૂંટણી હશે. તેમજ સરકારના 10 વર્ષના કાર્યકાળની પણ વાત કરી હતી.

સરકારના કાર્યકાળ પર નજર
આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, દેશભરમાં પરિવર્તનનો માહોલ છે. જે દિવસથી ચૂંટણી પંચે ઔપચારિક તારીખોની જાહેરાત કરી ત્યારથી દેશના ખૂણે ખૂણે પરિવર્તનનો માહોલ જોવા મળી રહ્યો છે. 10 વર્ષ પહેલા અહીંના એક નેતાએ દેશની રાજનીતિમાં મહત્વની જવાબદારી સંભાળી હતી. જ્યારે તેઓ અહીંથી જવાબદારી નિભાવવા નીકળ્યા ત્યારે તેમણે સમાજના તમામ વર્ગોને અલગ-અલગ રીતે વાયદાઓ આપ્યા હતા. તેમના કાર્યકાળના 10 વર્ષ પર નજર કરીએ, તો જોવા મળશે કે દરેક વાયદા ક્યાય પણ અમલની દિશામાં મુકવા માટે સરકાર તરફથી કોઈ પ્રમાણિક પ્રયાસો કરવામાં આવ્યા નથી.

2014થી 2022માં ખેડૂતોની આત્મહત્યાનો આંકડો
વધુમાં જણાવ્યું હતું કે, યુવાનો સાથે દગો, મહિલાઓને સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હતું તેમની સાથે દગો, ઉદ્યોગપતિઓ સાથે દગો કરવામાં આવ્યો, દેશમાં જીએસટી લાવવામાં આવ્યો તેનાથી વેપાર વધારવાને બદલે અવરોધો ઉભા થયા છે. આપણે બધાએ જોયું કે, ખેડૂતો સાથે દગો થયો, કૃષિ કાયદો ખેડૂતોના પક્ષમાં નહોતો, તે ખેડૂતોની વિરુદ્ધ હતો, આખરે સરકાર પર એટલું દબાણ હતું કે સરકારે આ કાયદો પાછો ખેંચવો પડ્યો હતો. 2022ના આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળ્યું છે કે આ એક વર્ષમાં 11,290 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 2014થી 2022 સુધીના ડેટા પર નજર કરીએ તો જાણવા મળે છે કે લગભગ એક લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

10 વર્ષની કહાની લખવામાં આવશે
મુકુલે ​​​​વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને કહેવામાં આવ્યું હતું કે, પાકને મોટો નફો આપવામાં આવશે. તેમજ સમાજના દરેક વર્ગ, યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ, મહિલાઓ, સમાજના વંચિત વર્ગ, પીડિત વર્ગ, પીડિત વર્ગ, જેમને મજબુત ટેકાની જરૂર હતી તેમને તરછોડી દેવાયા, આ પ્રકારનો વિશ્વાસઘાત કર્યો. આ 10 વર્ષની કહાની ઈતિહાસમાં લખાશે ત્યારે આ 10 વર્ષ ખૂબ જ અંધકારમય હતા, આ 10 વર્ષ અન્યાયથી ભરેલા હતા, 10 વર્ષ અરાજકતાથી ભરેલા હતા, 10 વર્ષ નફરત ફેલાવવામાં વિતાવવામાં પસાર કર્યા હતા. આ પ્રકારે 10 વર્ષની કહાની લખવામાં આવશે.

“આ અંતિમ લોકસભા ચૂંટણી હશે”
વધુમાં મુકુલે જણાવ્યું હતું કે, ​​​​​​ ભારતની લોકશાહી એક જબરદસ્ત પડકારનો સામનો કરી રહી છે. જો દુર્ભાગ્યથી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ફરી સત્તામાં આવશે તો એ સ્વીકારવું પડશે કે આ અંતિમ લોકસભા ચૂંટણી હશે. ભારતીય જનતા પાર્ટી આ દેશના બંધારણને ખતમ કરવાનું કામ કરશે. તેણે અગાઉના વર્ષોમાં પણ આવું જ કામ કર્યું છે અમે સમજીએ છીએ કે, લોકશાહી બચાવવા માટે, ભારતના બંધારણને બચાવવા માટે, જે આપણા તમામ સામાજિક વર્ગો માટે સમાનતા, ક્ષમતા, સામાજિક ન્યાય, રાજકીય ન્યાય અને આર્થિક ન્યાયનો મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવ્યા છે. આજે તેની સામે પડકાર એ છે કે તેને બચાવવા માટે લોકસભાની ચૂંટણી ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દેશ સમક્ષ ન્યાયિક દસ્તાવેજ મૂક્યો છે.

કોંગ્રેસે ગુજરાતનું વાતાવરણ બદલતું જોયું
આ ઉપરાંત ચાર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે જે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સમાજમાં દ્વેષ ફેલાવવાનું કામ ભાજપ કરે છે. ગેરજવાબદારી ભર્યા નિવેદનો ભાજપના ઉપરથી લઇ નીચે સુધીના નેતાઓ આપતા રહ્યા છે. ગુજરાતમાં વાતાવરણ બદલાઈ ગયું છે. ગુજરાતથી મોટા પ્રમાણમાં કોંગ્રેસના સાંસદો ચૂંટાઈને દિલ્લી જશે.

ભાજપની વેલકમ પાર્ટીઃ લોકસભાની ચૂંટણીને પગલે આજે કમલમમાં યોજાશે ભરતી મેળો, જાણો કોણ જોડાશે ભાજપમાં

7k network
Recent Posts