દેવ દિવાળીના દિવસે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ, અંબાજી મંદિરની મંગળા આરતીમાં કરાયો ફેરફાર

મહેન્દ્ર અગ્રવાલ, બનાસકાંઠા: આગામી 8 નવેમ્બરના કારતકસુદ પુનમના દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ છે. આ ચંદ્ર ગ્રહણથી ધાર્મીક વિધિ અને પુજા-અર્ચન ઉપર ગ્રહણનું વેધ લાગતું હોવાથી શક્તિપીઠ અંબાજી ખાતે અંબાજી મંદિનાં દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરાવામાં આવ્યો છે. આ ચંદ્ર ગ્રહનના કારણે અંબાજી મંદિરના કાર્યક્રમમાં ખાસ પ્રકારની ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો મંદિરની પૂજા અને આરતીમાં આ ફેરફાર કરવમાં આવ્યો છે.

મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરાશે

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે આખો દિવસ બંધ પણ રહેનાર છે. સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણનાં દિવસે સવારે 4.00 કલાકે કરવામાં આવશે. ત્યાર બાદ સવારે 6.30 કલાકથી અંબાજી મંદિર બંધ રહેશે. આ સાથે જ મંદિર સવારનાં 06.30 કલાકથી રાત્રીના 09.00 કલાક સુધી મંદિર સદન્તર દર્શનાર્થીઓ માટે બંધ રખવામાં આવશે. આ દરમિયાન કોઈ પણ દર્શાર્થી મા અંબાના દર્શન કરી શકશે નહી. કારણ કે, ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર આખો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 
લગ્ન પહેલા યુવક તેના બનેવીના કારણે પહોંચ્યો મરણ પથારી પર

કાર્તકસુદ પૂર્ણિમાએ દીપ દાનનું વિશેષ મહત્વ

આ સાથે મળતી વિગતો પ્રમાણે સાંજે 06.30ની કલાકે થતી મા અંબાની આરતી રાત્રીના 09.30 કલાકે કરવામાં આવશે અને મંદિર મંગળ થશે. ત્યાર બાદ નવ નવેમ્બરથી દર્શન આરતી રાબેતા મુજબ કરાશે. જોકે ભટ્ટજી મહારાજના જણાવ્યા મુજબ આ કાર્તકસુદ પૂર્ણિમાએ દીપ દાનનું વિશેષ મહત્વ પણ હોય છે. પરંતુ ચંદ્રગ્રહણ હોવાથી દીપ દાન 6 અને 7 નવેમ્બરે કરવાથી પિતૃદેવો ખુશ રહે છે. તેવું ભટ્ટજી મહારાજ દ્વારા જણાવામાં આવ્યુ છે.

દેવ દિવાળીના રોજ આ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ

ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતક સુદ પુનમ એટલે કે દેવ દિવાળી દિવસે બંધ રખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે, દેવ દિવાળીના રોજ આ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ થવાનું છે. ધાર્મિક વિધિ પ્રમાણે પુજા-અર્ચના ઉપર ગ્રહણનું વેધ લાગતું હોવાથી અંબાજી મંદિરને આ દિવસે બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ સવારે 6.30 કલાકે થતી મંગળા આરતી ગ્રહણના દિવસે સવારે 4.00 કલાકે કરવામાં આવશે. અને સવારના 6.30 કલાકથી રાત્રીના 9.00 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે સદન્તર બંધ રાખવામાં આવશે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts