Junagadh : જૂનાગઢમાં ઉમટ્યું માનવ મહેરામણ, રોપવેમાં તો વારો મોડો આવે એટલી ભીડ!

Ashish Parmar, Junagadh : દિવાળીનો તહેવાર આવે એટલે દરેક લોકો પોતાના પરિવાર સાથે પ્રવાસ કરવા માટે નીકળી જતા હોય છે. ગુજરાત સહિત અનેક રાજ્યોના લોકો પણ જૂનાગઢની અચૂક મુલાકાત લે છે.  ગુજરાતમાં દિવાળીના તહેવારને લઈ લોકોમાં રજા માણવાની ઉત્સુકતા જોવા મળે છે. ત્યારે પરિવાર સાથે ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યોમાં વિવિધ સ્થળો પર લોકો રજા માણવા જતા હોય છે. દિવાળીના તહેવારોમાં જુનાગઢ ખાતે એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેની મજા માળવાનો લ્હાવો લેવા લોકોની ભારે ભીડ પણ જામી ત્યારે દિવાળીની રજાઓમાં જુનાગઢ ગિરનાર ખાતે પ્રવાસીઓમાં રોપ વે આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

**ગુજરાતમાં ઘણા યાત્રાધામ તેમજ રજા માણવાના સ્થળો આવેલા છે જેમાંનું એક છે ગિરનાર ભવનાથ ક્ષેત્ર
**
દિવાળીની રજાનો આનંદ માણવા પ્રવાસીઓ દૂર દૂરથી ઉમટી પડ્યાં છે. ગિરનાર પર્વત પર યાત્રાળુઓનું કીડીયારું ઉભરાયું હોય, તેવા દ્રશ્યો જોવા મળ્યાં. સાથોસાથ ગિરનાર રોપ-વેની સાઇટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જુનાગઢ અને ખાસ કરી રોપ-વે ની મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવી પડે તે માટે એડવાન્સ બુકિંગની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જુનાગઢ ભવનાથ ખાતે આવેલા જિલ્લા પંચાયત પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ – વે માટે એડવાન્સ બુકિંગ ની સુવિધા કરવામાં આવતા લોકોને પણ સહેલાઈથી રોપવે ની ટિકિટો મળી રહે છે.

ઉષા બ્રેકો રોપવે કંપની દ્વારા આવનારા પ્રવાસીઓમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ પ્રવાસીઓની સુવિધા નું ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજી તરફ વયો વૃદ્ધ મોટી ઉમરના લોકો માટે પણ ઉષા બ્રેકો કંપનીના ગાર્ડસ દ્વારા આવનાર પ્રવાસીઓની ખાસ સંભાળ રાખવામાં આવે છે. તો આવનાર પ્રવાસીઓના મનોરંજન માટે અલગ અલગ કાર્ટુન પર્સન પણ રાખવામાં આવ્યા છે. દિવાળીના તહેવારોમાં મળેલી રજાનો આનંદ લૂંટવા દૂરદૂરથી યાત્રાળુઓ ગિરનાર પર્વત પર ઉમટી પડ્યાં છે. ખાસ કરીને અંબાજી સુધી યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માત્ર ગિરનાર રોપવે જ નહીં, પરંતુ સીડી દ્વારા ચડીને આવવા વાળા યાત્રાળુઓની સંખ્યા પણ એટલી જ નોંધવામાં આવી છે.

**જૂનાગઢ દિનપ્રતિદિન પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે
**
ગિરનાર પર રોપવે આવવાથી ગિરનારની સફર સૌ કોઈ માટે સહેલી બની છે.પરિણામે, દિવાળીના તહેવારોમાં મળેલી રજાનો આનંદ લૂંટવા દૂર દૂરથી યાત્રાળુઓ ગિરનાર પર્વત પર ઉમટી પડ્યાં છે. ખાસ કરીને અંબાજી સુધી યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. માત્ર ગિરનાર રોપવે જ નહીં, પરંતુ સીડી દ્વારા ચડીને આવવા વાળા યાત્રાળુઓની સંખ્યા પણ એટલી જ નોંધવામાં આવી છે…

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts