કામરેજ ખાતે દક્ષિણ ઝોનના સાત જિલ્લાના શિક્ષકો જૂની પેંશન યોજના શરૂ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતીશ પટેલ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ કિરીટ પટેલનો કામરેજમાં હુંકાર ખાલી દક્ષિણ ઝોનના શિક્ષકો ભેગા થયા છે અને હજી ત્રણ ઝોન ના શિક્ષકોની મિટિંગ બાકી છે. સરકાર શાન માં સમજી જાય અને શિક્ષકો ની જૂની પેંશન ની માંગ સ્વીકારે નહીતો આખા ગુજરાતમાં શિક્ષકો નો અવાજ બુલંદ બનશે…
શિક્ષકો નો પ્રચંડ અવાજ દક્ષિણમાં
ફરી એક વાર રાજ્યમાં શિક્ષકોનો જૂની પેંશન યોજના ને લઈને શિક્ષકો નો ગણગણાટ શરૂ થયો છે ત્યારે કામરેજ દાદા ભગવાન હોલમાં દક્ષિણ ઝોનના સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના શિક્ષકો કામરેજ ખાતે ભેગા થયા છે. જૂની પેંશન યોજનાને લઇ કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો.
આજે કામરેજ ખાતે દક્ષિણ ઝોનની શિક્ષકોની મિટિંગ મળી જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા નો ટેકો પણ છે જેમાં તલાટી, આરોગ્ય કર્મચારી સહિત ણા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.. મંચ પરથી શિક્ષણ સંઘના આગેવાનોએ હુંકાર કર્યો અને એક હુંકારે આખો હોલ ગુંજી ઉઠ્યો હતો.. રાજ્ય સરકાર શાન માં સમજી જાય. અને જૂની પેંશન યોજના અમલ કરે નહીતો આવનાર સમયમાં દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, મદય ઝોન અને સૌરાષ્ટ્ર ઝોન માં પણ ચાર દિવસ ધરણા કાર્યકમ યોજાશે. રાજ્ય સરકાર શાન માં સમજી જાય નહીં તો આ શિક્ષકો આવનાર સમયમાં પ્રચંડ અવાજ સાથે વિરોધ નોંધાવશે.