માંગરોળ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં ખાંડસરી પાટિયા નજીક પ્લાસ્ટિક વેસ્ટમાં અચાનક આગ ફાટી નીકળતા અફડા તફડી સર્જાઈ હતી. પ્લાસ્ટિક વેસ્ટ હોવાના કારણે ધુમાડા ના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા. આગ વિકરાળ બનતા સુમિલોન, ટોરેન્ટ, કામરેજ અને માંડવી ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. જોકે પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ ના ધંધા સાથે જોડાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી અને લોકોના જીવ જોખમ માં મુકાઈ છે ત્યારે તંત્ર ક્યારે જાગશે એતો સમય બતાવશે
માંગરોળ તાલુકાના ભાટકોલ ગામની સીમમાં… કીમ માંડવી સ્ટેટ હાઇવેને અડીને આવેલા ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિક વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા. ભંગાળ ના ધંધા સાથે સંકળાયેલા લોકો શિયાળા ની શરૂઆત થાય એટલે માંડવી તાલુકામાં તેમજ આસપાસ વિસ્તારમાં ખાનગી શેરડીના કોલા શરૂ થાય અંને ખાનગી કંપનીમાં આ પ્લાસ્ટિક વેસ્ટ ને બળતળ તરીકે ઉપયોગ થતો હોવાથી ભંગાળીયા આવા પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલ વેસ્ટ કંપનીમાંથી લાવી માલિકીના અથવા ભાડાની જમીનમાં આ વેસ્ટ નો જથ્થો નાખતા હોય છે. આ વેસ્ટ સુકાય એટલે બળતળ તરીકે ઊંચી કિંમતે વેચાઈ છે. ભંગાળીયા કાયદા ની એસીતેસી કરી કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર ફાયર સેફટી વગર આ ધંધો કરતા હોય છે જયારે આગ લાગે ત્યારે આજુબાજુનો વિસ્તાર અને રહેણાંક વિસ્તાર તેનો ભોગ બનતો હોય છે. ખાસ તો આ પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટ પર્યાવરણ માટે જોખમી હોવા છતાં તેનો બળતળ તરીકે બેરોકટોક ઉપયોગ થાય છે પણ આગ લાગે ત્યારે અફડા તફડી નો માહોલ સર્જાય છે
ભાટકોલ ગામની સીમમાં પ્લાસ્ટિક વેસ્ટ માં લાગેલી આગ એટલી વિકરાલ બની છે કે સુમિલોન, ટોરેન્ટ, માંડવી નગર પાલિકા અને કામરેજ ફાયર ફાઇટર ની ટિમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવવા પ્રયાસ થઇ રહ્યા છે. આવા ગેરકાયદે ધંધા માં કેટલું નુકશાન છે.. પર્યાવરણ ને નુકશાન, જમીન ને નુકશાન અને માનવ સ્વાસ્થ્ય ને નુકશાન છે અને આગ લાગે ત્યારે પાણી કેટલા લીટર વેસ્ટ થાય છે પણ સુરત જિલ્લાનું તંત્ર ખાલી મેવા ખાવામાં વ્યસ્ત છે.. કોઈ કામગીરી કરવામાં આવતી નથી એટલે ફેક્ટરી માલિકો નીતિ નિયમ નેવે મૂકી દેતા હોય છે અને ભંગાળીયા બેકાબુ બની જતા હોય છે. ના કરે આ આગ રહે્ણાંક વિસ્તારમાં ઘુસી જાય અને લોકોના જીવ જોખમમાં મુકાઈ ત્યારે લગતા વળગતા અને આંખ આડા કાન કરતા અધિકારીઓ સામે પણ પગલાં ભરવા જોઈએ.