શરદ પૂર્ણિમા: અંબાજીની મંગળા આરતીના કરો દર્શન


એક તરફ આજે વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ છે તો બીજી તરફ આજે શરદ પૂર્ણિમાની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભક્તોના ઘોડાપૂર સાથે શક્તિપીઠ અંબાજીમાં જગત જનની મા અંબાની મંગળા આરતી કરવામાં આવી હતી. વહેલી સવારે 6 વાગે કરાયેલ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ શુક્રવારે રાતે શરદ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે અંબાજી મંદિર ખાતે મધ્યરાત્રીએ જગદંબાને દૂધ પૌઆનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાચરચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ગરબે રમ્યા હતા. જણાવી દઈએ કે આજે આજે ચંદ્ર ગ્રહણના કારણે અંબાજી મંદિર શ્રધ્ધાળુઓ માટે બપોરના 3.30 કલાક પછી બંધ રહેશે. આવતી કાલે સવારે મંદિરમાં મંગળા આરતી 8.30 કલાકે કરવામાં આવશે.

Source link

7k network
Recent Posts