સુરતના સારોલી પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરે છેલ્લા એક વર્ષથી ચાલતા બિયર બારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે રવિવારે ભરબપોરે રેઈડ કરતા સરોલી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. વિડીઓમાં દમણ જેવો બિયર બાર ચાલતા હોવાનું બહાર આવતા સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ. દેસાઈને સસ્પેન્ડ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે મળેલી બાતમીના આધારે ગત બપોરે સારોલી પોલીસ સ્ટેશનથી એક કી.મી ના અંતરે સારોલી પુણા રોડ સાયોના ચાર રસ્તા પાસે ઈંડા ગલીમાં ખુલ્લા છાપરામાં ચાલતા બિયર બાર ઉપર રેઈડ કરી હતી.સ્ટેટ મોનીટરીંગ સેલે સ્થળ પરથી રૂ.61,060 ની મત્તાની દારૂની 438 નાની-મોટી બોટલ, દારૂ અને ચખના વેચાણના રોકડા રૂ.72,360, રૂ.1,10,500 ની મત્તાના 10 મોબાઈલ ફોન, રૂ.2.40 લાખની મત્તાના છ ટુવ્હીલર, 7 ક્યુઆર કોડ સ્કેનર, દારૂની કાચની ખાલી 6 બોટલ, પાણીની ખાલી અને ભરેલી પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીકના ખાલી ગ્લાસ, ચખનાના 949 પેકેટ, સોફ્ટ ડ્રીંક, સોડાની બોટલો, ફ્રીઝ, કુલર, પંખા મળી કુલ રૂ.5,04,959 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.જોકે વિડિઓ વાયરલ થયા બાદ પીઆઇ તો સસ્પેન્ડ થઇ ગયા પણ સરોલી પોલીસ સ્ટેશનના વહીવટદાર હાલ બચી ગયા હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
- First News 9
- June 13, 2024
- 12:55 pm
Recent Posts
સુરતમાં દમણ જેવો બિયર બારનો માહોલ બનાવનાર સરોલીના પીઆઇ આખરે સસ્પેન્ડ કરાયા
June 13, 2024
No Comments
જાણો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું ? રેલવે મંત્રાલયે આપી આ અપડેટ
June 11, 2024
No Comments