ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું.

ચિંતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ખેરગામ ખાતે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા 111 બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું.

અલગ અલગ 4 કેસોમાં 70 દિવસના જેલવાસમાંથી મુક્ત થયેલા ખેરગામના સેવાભાવી તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમના ધર્મપત્ની ડો.દિવ્યાંગી નિરવ પટેલ દ્વારા એમના અટકી પડેલા સેવાકાર્યોને આગળ ધપાવતા મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યુ હતું.જેમાં સવારથી જ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો,ડોકટરો,પત્રકારો,પ્રોફેસરો, ફોટોગ્રાફરો, કોન્ટ્રાકટરો,શિક્ષકો,ઈજનેરો,પોલિસ અને અન્ય સરકારી કર્મચારીઓ સહિતના શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.રક્તદાનની શરૂઆત વલસાડ સિવિલ હોસ્પિટલની બ્લડબેંક દ્વારા 25 બોટલના કલેકશન દ્વારા કરવામાં આવી હતી અને સાંજે રક્તદાતાઓની ભારે ભીડના કારણે 4 નેં બદલે 6.30 વાગે સુધી રક્તદાતાઓએ 86 બોટલ રક્તદાન કર્યુ હતું અને મોડા આવેલા કેટલાંક રક્તદાતાઓને ચિંતુબા હોસ્પિટલના સંચાલકો દ્વારા કેમ્પના નિર્ધારિત સમય કરતા ઘણો વધારે થયેલ હોય રક્તદાન કેન્દ્રના સ્ટાફની અગવડતાનેં ધ્યાને લઇ વિનમ્રતાપૂર્વક ના પાડી બીજીવારના રક્તદાન માટે આવવા માટે જણાવવામાં આવેલ હતું.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,મનીષ શેઠ,એડવોકેટ પરેશભાઈ વાટવેચા,નિલમભાઈ ખોબા,રાકેશ ચૌધરી,કુંજન ઢોડિયા,ભાવુ ઢોડિયા,અલ્પેશ પટેલ,નરેશ પટેલ,અનિલ પટેલ,હિતેશ પટેલ,માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ,વિજય કટારકાર,ભાવિક સોલંકી,પંકજ રાણા,રાકેશ આહીર,બંટી ઢોડિયા,ઉત્તમભાઈ ગરાસિયા,ડો.પાયલબેન,ડો. રિતેશભાઈ,નવસારી જનજાગૃતિ સમિતિ,જયદીપ રાઠોડ,પ્રકાશ વસાવા સહિત વિવિધ પક્ષ અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા ઉપસ્થિત રહી રક્તદાન કરવામાં આવ્યું હતું.નોંધનીય બાબત એ રહી કે ભારે વરસાદી માહોલ હોવા છતાં રક્તદાન કરવા યુવાનો મુંબઈ, અમદાવાદ,રાજકોટ,વડોદરા,બારડોલી સહિતના વિસ્તારોમાંથી આવ્યા હતા અને એમાં સુરતથી ખેરગામ સુધી રીક્ષામાં આવેલાં 5 યુવાનોએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે કેમ્પના આયોજક સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને વલસાડ ડોક્ટર્સ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આટલા ભરવરસાદી અને રોપણીના માહોલમાં પણ આટલા દૂરદૂરથી આવેલા લોકોની લાગણીઓની હેલીથી આજે અંતરમન ધરતીમાતાની ભીની માટીની જેમ ખુશીઓથી મહેકી ઉઠી છે.કુદરતે પણ સાથ આપ્યો હતો અને રોજ જ વરસાદ હોવા છતાં આજે એકપણ ટીપું વરસાદ નહિ પડી પ્રસંગ સાચવી આપ્યો હતો.અમે રક્તદાતા અને મહેમાનોનેં એલોકોની જિંદગી પણ આવનારા વર્ષોમાં સુખડ ચંદનની જેમ સુગંધથી મહેકી ઉઠે અને પરોપકારની ભાવનાથી જીવન ઉદ્દાત બને એવી ભાવનાથી સુખડ ચંદનના છોડ ભેંટ સ્વરૂપે આપ્યા છે.

7k network
Recent Posts