firstnews9

ખાનગી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પરત મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે આદિવાસી આગેવાનો આગળ આવ્યા.

ખાનગી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પરત મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણ માટે આદિવાસી આગેવાનો આગળ આવ્યા.

– ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તાત્કાલિક ઘટતી કાર્યવાહીં કરવાની સૂચના આપી હતી

– નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું

સુરત: રાજ્યભરના આદિવાસી વિસ્તારોમાં ખાનગી નર્સિંગ કોલેજો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે જેમાં વિદ્યાર્થીઓને સરકારી સ્કોલરશીપમાંથી મફત ભણાવવાના વાયદાઓ આપી પાછળથી મસમોટી ફીસ ઉઘરાવવામાં આવે છે અને ગરીબ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ જો ફીસ ચૂકવવાની ના પાડે તો એમને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી અને વિદ્યાર્થીઓ પોતાના અસલ પ્રમાણપત્રો પરત માંગે તો તે પણ આપવામાં આવતા નથી હોતા અને વિદ્યાર્થીઓ આ બાબતે રજૂઆત કરવા જાય ત્યારે કોલેજ ના સત્તાધીશો ગેરવર્તન થતું હોવાની રાવ વખતોવખત આવતી રહેતી હોય છે.આખા રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આવી લેભાગુ સંસ્થાઓને લીધે અનેક વિદ્યાર્થીઓ સમસ્યાઓ અનુભવી રહ્યા છે અને કેટલાયનું ભણતર બગાડ્યું છે.

આ બાબતનું નક્કર નિરાકરણ લાવવા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા,સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,યુવા ટાયગર સેના પ્રમુખ મનીષ શેઠ અને ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ એકઠા થઇ ઉપસ્થિત રહેલા 100થી વધુ નર્સિંગ વિદ્યાર્થીઓની વેદનાઓ સાંભળી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ નર્સિંગ કોલેજના સંચાલકોને ફોન કરી તાત્કાલિક ઘટતી કાર્યવાહીં કરવાની સૂચના આપી હતી.અને ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને મનીષ શેઠ બંનેએ વિદ્યાર્થીઓને ડર્યા વગર અન્યાયનો સામનો કરવાની હિંમત આપી હતી અને ગમે ત્યારે જરૂર પડ્યે સાથે ઉભા રહેવાની બાંહેધારીઓ આપી હતી.અને જો નર્સિંગ કોલેજના સંચાલકો જો વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પરત મેળવવાની કામગીરીમાં પૂરતો સહકાર નહી આપે તો કાયદાકીય કાર્યવાહીનો આરંભ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ડો.નિરવ ભુલાભાઇ પટેલનું ફુલહારથી સ્વાગત કર્યુ હતું.

7k network
Recent Posts