દીપડો હજુ પકડ બહાર, લોકોમાં ભય, તંત્ર કામે લાગ્યું


યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર દીપડો દેખાયા બાદ અફરાતફરી મચી ગઈ છે. આસપાસમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કારણ કે અહીં એક વૃદ્ધાએ દાવો કર્યો છે કે તેમના વાડામાંથી દીપડો બે શ્વાન ઉપાડી ગયો છે. આ વાત પ્રસરતા જ લોકો પોતાના બકરાં લઈને સલામત સ્થળે ખસી ગયા છે. શ્રદ્ધાળુઓની સલામતી માટે ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગ બંધ કરી દેવાયો છે. વન વિભાગની ટીમ પાંજરૂ લઈને જંગલ વિસ્તારમાં પહોંચી અને દીપડાની શોધખોળ શરૂ કરી છે. ગબ્બર પર્વત વિસ્તારમાં દીપડો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ દર્શનાર્થીઓ પણ સતર્ક બન્યા છે.

Source link

7k network
Recent Posts