firstnews9

અંબાજી મોહનથાળ પ્રસાદનો મુદ્દો ગૃહ સુધી પહોચ્યો, કોંગ્રેસના સભ્યોએ પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો

અંબાજી: અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ બંદ કરવાથી તે નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ અંબાજી પ્રસાદનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો છે. વિધાનસભા ગૃહમાં અંબાજીમાં આપવામાં આવતા મોહનથાળનો પ્રસાદ બંધ કરવા માટે વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષે આ મામલે સરકાર પર પણ નિશાન સાધ્યું છે. વિપક્ષે હિંદુત્વને લઈને પણ સરકાર પર આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ પ્લે કાર્ડ બતાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. વિપક્ષે અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવા બદલ સરકાર પર સિધો પ્રહાર કર્યો હતો.

કોંગ્રેસે કર્યા સરકાર પર આક્ષેપો

ઉલ્લેખનીય છે કે, આ મામલે વિધાનસભામાં હોબાળો થયો હતો. વિપક્ષે સરકાર પર આક્ષેપ કર્યો કે, હિંદુ ધર્મના નામે સરકાર લોકોની આસ્થા સાથે ખેલી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યા અમિત ચાવડા દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આજે અંબાજીમાં પ્રસાદ બદલામાં આવ્યો છે, કાલે સોમનાથનો બદલશે પછી દ્વારકાનો બદલશે અને પછી બહુચરાજીનો પ્રસાદ બદલશે.‘ તેમણે જણાવ્યું કે, ’આ મામલે ચર્ચા કરવા માટે પણ અમને રોકવામાં આવ્યા છે.’

આ પણ વાંચો: 
ગીર સોમનાથના કોડીનારમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ, 1,400 ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
 

પ્રસાદ બદલાતા ભક્તોમાં ભારે રોષ

ઉલ્લેખનીય છે કે, સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ કરી દેતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટ પહેરીને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મોહનથાળનો પ્રસાદ ચાલું રાખવા માંગ

અંબાજી મંદિરમાં ત્રીજી માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ભકતોને ચીક્કીનો પ્રસાદ આપતાં ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભક્તો છેલ્લા 7 દિવસથી વિવિધ રજૂઆતો અને વિરોધ કરીને મોહનથાળ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. છતાં પણ મંદીરમાં મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાતાં ગઇકાલથી બ્રહ્મસમાજ દ્વારા રોજનો 200 કિલો મોહનથાળ બનાવીને અંબાજી મંદિરમાં ભક્તોને આપવામાં આવી રહ્યો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ