firstnews9

ભારત-પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપ મુકાબલાને લઇ મોટા સમાચાર, જાણો ક્યાં અને ક્યારે યોજાશે મેચ

કોઇ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થાય અને તેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ મેદાન પર ટકરાય છે, ત્યારે આખી દુનિયાની નજર આ મેચ પર હોય છે. આ દુનિયાની સૌથી વધુ જોવાતી ક્રિકેટ મેચ છે. કરોડો લોકો આ મેચ મેદાન પર અને ટીવી-મોબાઇલ પર જુએ છે. હવે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થવા જઈ રહી છે. આ ટક્કર જૂનમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં થશે. ટી-20 વર્લ્ડ કપ 2024ની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને કરશે. અત્યારે વર્લ્ડ કપને લગભગ 6 મહિનાની વાર છે, પરંતુ આ ટૂર્નામેન્ટનો માહોલ બનવાની શરૂઆત અત્યારથી થઇ ચૂકી છે. એવામાં આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા મેચ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત અને પાકિસ્તાનની ટક્કર અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં થશે. આ મેચ 8 જૂન અથવા 9 જૂનના રોજ રમાશે. તારીખ હજુ નક્કી નથી, પરંતુ ભારત-પાકિસ્તાનની મેચ શનિવાર અથવા રવિવારમાંથી કોઇ એક દિવસે યોજાશે. મોટા સમાચાર એ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ડે-નાઇટ નહીં પરંતુ સવારે શરૂ થશે. અમેરિકામાં સવારે આ મેચ કરવાનો હેતુ માત્ર એટલા માટે છે કે લોકો ભારતમાં આ મેચને યોગ્ય સમયે જોઈ શકે. અમેરિકામાં જ્યારે સવાર હોય છે, ત્યારે ભારતમાં રાત હોય છે. ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો ફેન બેઝ આ બંને દેશોમાં છે, તેથી અમેરિકામાં આ મેચ ડે ટાઇમમાં રમાશે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલી વખત બનશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ડે હશે. આ બંને ટીમો વચ્ચેની મેચ હંમેશા ડે-નાઇટ રહી છે.

7k network
Recent Posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર નાયક દ્વારા ધી ભિતખુર્દ દૂધ મંડળીમાં ગેરવહીવટ મામલે મુખ્યમંત્રી, અધિક સચિવ અને રાજ્યના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને રજૂઆત કરાઈ