જમ્મુ કાશ્મીરનાં રાજૌરીમાં મોટો આતંકી હુમલો, સેનાના 3 જવાન શહીદ,

જમ્મૂ-કાશ્મીરનાં પુંછ જિલ્લામાં આતંકીઓએ સેનાનાં ટ્રક પર હુમલો કર્યો. આતંકીઓએ અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધી. અધિકારીઓએ સેનાનાં સૈનિકોને લઈ જતી ટ્રક પર આતંકીઓ દ્વારા કરવામાં આવેલ ગોળીબારીની પુષ્ટિ કરી છે.

માહિતી અનુસાર આતંકવાદીઓએ સૈનિકોનાં ટ્રક પર બપોરનાં આશરે 3.30 વાગ્યાની આસપાસ રાજૌરી-થાનામંડી-સૂરનકોટ રોડ પર સાવની વિસ્તારમાં હુમલો કર્યો. અધિકારીઓ અનુસાર આતંકીઓએ એક ટ્રક અને જિપ્સી સહિત પોલીસ વાહનો પર ગોળીબારી કરી જેમાં 3 જવાનો શહીદ થયાં અને 3 જવાનો ઘાયલ થયાં.

અધિકારીઓએ જણાવ્યું કે આતંકી હુમલો થાનામંડી એરિયાની પાસે થયો છે. હુમલાની તરત બાદ વધુ સૈન્યદળ ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવ્યાં છે. અધિકારીઓએ આગળ જણાવ્યું કે પુંછનાં સુરનકોટ વિસ્તારમાં સ્થિત ડેરાની ગલીમાં ખુફિયા જાણકારીનાં આધાર પર બુધવારની રાત્રે જોઈન્ટ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો હતો. એરિયામાં અત્યારે પણ એન્કાઉન્ટર ચાલુ છે.

7k network
Recent Posts