પીપોદરા GIDCમાં કામદારોનો હોબાળો સામે આવ્યો છે. કામદારને માર મારતાં બબાલ થઇ હતી. કામદારોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બેકાબુ બનેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબુ માટે ટિયર ગેસ છોડ્યો હતો. સાથે જ પોલીસે કેટલાક કામદારોની અટકાયત કરી છે.
આ સમગ્ર ઘટના માંગરોળના પીપોદરા જીઆઈડીસીની છે. વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાના કામદારોએ કામદારને માર મારતા બબાલ થઇ હતી. કામદાર ઇજાગ્રસ્ત થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે કામદારોના ટોળાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કંપની બંધ કરાવતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કામદારોનું ટોળું બેકાબુ બન્યું હતું અને કામદારોએ પથ્થરમારો શરૂ કરતા નાસભાગ મચી હતી. જ્યારે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસે કેટલાક કામદારોની અટકાયત કરી છે.
ગઇકાલે વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સામાન્ય બાબતે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક કારીગરને ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે મામલે કારીગરો દ્વારા કંપની બંધ કરાવવા મામલે હોબાળો કરવામાં આવતાં પરિસ્થિતિ તંગ બની હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે કારીગરોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. જેથી પોલીસે 35 જેટલા કારીગરોની અટકાયત કરી છે. સાથે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતાં પોલીસ દ્વારા ટિયર ગેસના રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં પરિવર્તિત થઇ ગયું છે.
પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પથ્થમારો કરનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારીગરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જે પ્રકારે પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો, તેને લઇને પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. 35 જેટલા કારીગરોની અટકાયત કરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર છાવણીમાં ફરવાયું છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે એક બનાવ બન્યો હતો. જેમાં આઇપીસી 307નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે શ્રમિકોમાં એવી અફવા ફલાઇ હતી કે શ્રમિક મૃત્યુ પામ્યો છે. જેના લીધે ટોળા બહાર આવીને ફેક્ટરી બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ ટોળાને કાબૂમાં કરવા આવી હતી અને પોલીસ સામે પથ્થરમારો થયો હતો. જેથી પોલીસે કાબૂમાં લેવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. હાલ સ્થિતિ કાબૂમાં છે.